સફળતા ૦૧

કોઈપણ કામ દુનિયાને કરી બતાવવાના હેતુ માટે નહી પણ આપણને ગમે છે અથવા આપણે કરવુ છે એવા હેતુસર કરવામાં આવે તો તે વધારે સફળ થાય છે. એવુ મારુ માનવુ છે. #hs

સાથ સહકાર- યાદ રાખવા જેવી વાત…

એક બાબત તો હંમેશા યાદ રાખવી કે જેને આપણને જરુર હતી- આપણે એકલા હતા ત્યારે આપણા મુશ્કેલી ના સમયમાં સાથ આપ્યો હતો તે વ્યક્તિતો આજે એકલી નથી ને? #હિમાંશુ

આપણા સંબંધો માં આપણુ કર્મ

જીવનમાં બસ એટલુ ખાસ યાદ રાખવા જેવુ કે આપણે ગમે તે સંબંધ માં કોઈપણ વાત માં ખોટુ બોલ્યા હશુ કે ખોટુ બોલીને નીભાવતા હશુ, તો તે ખોટી વાત જ્યારે સામે વાળા ને ખબર પડશે ત્યારે ખોટુ બોલવાવાળો નહી પણ જેને ખોટુ કહેવામાં આવ્યુ છે તે અંતર થી તુટી જશે.
> આપણને એમ હોય છે કે સામે વાળાને આપણા ખોટાની ખબર નહી પડે પણ સાચી વાત ક્યારેય છુપાયેલી રહી શકતી નથી, સત્ય હમેંશા એક ના એક દિવસ તો બહાર આવીને જ રહે છે. > પણ જો આપણને સામે વાળાને આપણી ખોટી વાત થી શું થશે તેની પરવાહ ના હોય. તેને જે થાય તેનાથી આપણને મતલબ ના હોય તો આપણે એટલુ ખાસ યાદ રાખવા જેવુ કે “આપણા કર્મોના ફળતો આપણેજ ભોગવવાના રહેશે”. – હિમાંશુ

જરુરિયાત

આપણે ઘણીવાર જરુરિયાત પુરી કરવા કોઈની પાસે જતા હોઈએ છીએ, તે જરુરિયાત પુરી ના થાય તો આપણે તેને છોડી દેતા હોઈએ છીએ અને ઘણીવાર એવુ પણ બને કે જો જરુરિયાત પુરી થઈ જાય તો પછી તેની જરુર ના રહેવાથી પણ છોડી દેતા હોઈએ છીએ.

“હું બધાથી અલગ છું”

“હું બધાથી અલગ છું”
“હું બધાથી અલગ છું”
“હું બધાથી અલગ છું”

 

^^ એવુ કહેવા વાળા મેં બહુ જોયા પણ એ એકપણ માંથી મને કઈક અલગ-different કે હટકે કામ કરવા વાળા લાગ્યા નહી.

 

પણ મેં જેટલા કઈક અલગ-different કે હટકે કરવા વાળા લોકો જોયા તેમાંથી એકપણને મેં ક્યારેય “હું બધાથી અલગ છું” એવુ બોલતા જોયા નથી.

Ego hurt થવો અને ક્રોધ આવવો.

‘હંમેશા હું જ સાચો હોવ છું. હું જેવુ ઈચ્છું અને કહું એવું જ થવુ જોઈએ અને બધા જ લોકો મારા કહ્યા મુજબ કરે’ જો આવું ન થાય તો જે તે વ્યક્તિનો ઈગો હર્ટ થાય છે, જે તણાવ પેદા કરે છે અને જે છેવટે ક્રોઘ દ્રારા વ્યક્ત થાય છે.

સ્વતંત્રતા:

 સ્વતંત્રતા:

આ શબ્દનું જો આપણે અંતિમ રહસ્ય જાણવાની કોશીશ કરીશું તો જાણવા મળશે કે આ “સ્વતંત્રતા”નું અસ્તિત્વ માત્ર “શબ્દ” પુરતુ જ મર્યાદિત છે. તેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જણાઈ આવતુ નથી.

પપ્પા અને હું 01

(મિત્ર મુકુન્દ પાધરાના આલ્બમ “રિશ્તે મે હમ તુમ્હારે બાપ હૈ” માંથી સાભાર)

પપ્પાઃ શાંતિભાઈ બી. સાણંદિયા

આ વ્યક્તિનું મારા જીવનમાં મુલ્ય, હું એટલુ કહીશ ત્યાં જ તમે સમજી જશો કે તેનું નામ મેં મારા મોબાઈલના કોન્ટેક્ટસ્ માં “GOD” નામથી Save કર્યુ છે.
ઘણા સમય પહેલામેં એફબી પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતુ. મારા ધોરણ -૧૦ ની એક્ઝામમાં ૫૨% આવ્યા હતા. અટલા જ પર્સન્ટેજ આવે પછી લગભગ દરેક છોકરાને પહેલા તો તેને પપ્પા શું કહેશે તેનો ડર પેશી જાય પણ મારા પપ્પા એ જ્યારે આ રીઝલ્ટ જોયુ ત્યારે કોઈપણ ઠપકો આપ્યા વગર એટલુ જ કહ્યુ હતુ કે કોઈ વાંધો નહી ભલે ઓછા ટકા આવ્યા. તુ ટેનશન ના લેતો અને તારે જે આગળ કરવુ હોય તે કરજે. આ પળ મારા માટે ખુબ જ મુલ્યવાન હતી. બસ પપ્પાએ આ હોશલો આપ્યો એ’જ મારો ટર્નિંગ પોઈન્ટ હતો. પછી ૧૧-૧૨ કોમર્સ કર્યું. હું હાલમાં ચાલતી એજ્યુકેશન સીસ્ટમ પ્રમાણે નહી પણ મને મારા જીવનના ધ્યેય પ્રમાણે જે નોલેજ-એજ્યુકેશન મેળવવુ હતુ તેના માટે મને જે યોગ્ય સિસ્ટમ લાગી તે પ્રમાણે શરૂઆતમાં BCA, એક વર્ષ B.com અને અત્યારે મારે જે બનવુ- જે કરવું છે તેના માટે મારા ધ્યેય માં જરુરી એવું B.A-PSYCHOLOGY કરી રહ્યો છું આ સફરમાં મને ક્યારેય ખોટા રોક-ટોક વગર દરેક પળે સાથ આપ્યો છે. ક્યારેક હું ખોટો હોવ તો મને રોક્યો અથવા ટોક્યો હોય એવુ પણ બન્યુ છે. હું અત્યાર સુધીમાં જે કઈપણ બન્યો છું મારી પાસે જે પણ નાની, મારા માટે મોટી એવી સફળતા છે તેનો પુરેપુરો યશ તેને છે

*અમારી વચ્ચે અત્યાર સુધીમાં ક્યારેય જનરેશન ગેપ જેવી સમસ્યા ઉભી થઈ નથી. તે એક પિતા છે પણ સાથો સાથ દોસ્તની જેમ રહે છે. મારા પ્રોફેશનના ઘડતરમાં પણ તેનો અમુલ્ય ફાળો રહ્યો છે. જરૂરિયાત સમયે હું મારા સમજમાં ન આવેલા મુદ્દાઓ-સમસ્યાઓ પર તેનો મત મેળવુ છે અને અમે એક મુક્ત વાર્તાલાપ કર્યે છીએ. તેના અનુભવો અને વિચારોનું મારા રસના વિષય એવા પ્રોફેશન પણ ઘણો પ્રભાવ પડ્યો છે.

*તેની સાથેના સંબંધમાં મારી એક નબળાઈની વાત કરુ તો પપ્પાને સ્માર્ટ ફોન્સનો જબરો શોખ ચાર-પાંચ મહીના થાય એટલે મોબાઈલ ચેન્જ કરે અને પછી જ્યારે ચેન્જ કરે ત્યારે સારો, સારા ફિચર્સ વાળો, સારી બેટરી લાઈફ હોય એવો શોધતા શોધતા નવો લેવામાં ૧૫ થી ૨૫ દિવસ કરે. અને લઈ લે પછી તેને સરખી રીતે સમજી લેતા બીજા ૧૦-૧૫ દિવસ થાય. પપ્પાને English ફાવે પણ ઓછું ફાવે એટલે આ દિવસો દરમ્યાન તે પીસી પર નેટમાં મથતા હોય કે મોબાઈલ આવી ગતા પછી તેના ફિચર્સમાં મથતા હોય ત્યારે તે મને એટલુ પુછ-પુછ કરે, એટલુ પુછ-પુછ કે મારી નાદાન બુધ્ધીથી ઘણીવાર ગુસ્સામાં જવાબ અપાય જાય પણ આ ભુલ થાય એટલે તરત જ મનમાં ને મનમાં ઘણીવાર ખુદ પર હસવુ આવે. પણ હવે આ ગુસ્સો ખુબ જ કન્ટ્રોલમાં આવી ગયો છે. અને બીજી વાર નો થાય તેનું ખુબ જ ધ્યાન રાખુ છું. આ સમયમાં મને મારો એ સમય યાદ આવે છે જ્યારે હજી મોબાઈલનો જમાનો જામ્યો હતો અને મેમરી કાર્ડ વાળા મોબાઈલો બજારમાં આવ્યા જ હતા. હું ત્યારે ધોરણ-૯ માં હતો ત્યારે મને પપ્પા એ મેમરી કાર્ડ વાળો મોબાઈલ લઈ આપ્યો હતો એ સમયમાં મારી ઉમરના કોઈ કોઈ પાસે જ મોબાઈલ જોવા મળતા અને જેની પાસે હોય તે ખુબ જ ભાગ્યશાળી સમજતા અને ખુબ જ હવા આવી જતી પણ મારી અંગત જીંદગી સાથે જોડાયેલા મિત્રો જાણે જ છે કે મારામાં “હવા” જેવુ તત્વ કોઈ દીવસ આવી શકે નહી પણ હું મારી જાતને ભાગ્યશાળી તો સમજતો જ. અને પછી જ્યારે સ્માર્ટ ફોનનો યુગ આવ્યો ત્યારે ભારતમાં ૩જી ઉપલબ્ધના હતુ ત્યારે 3G Nokia N96 કે જે લગભગ પહેલો-વહેલો ઈનબીલ્ટ 16GB ધરાવતો મોબાઈલ હતો તે લઈ આપ્યો હતો. આ વાત એટલે જણાવું છું કે ત્યારે પપ્પાને સ્માર્ટ ફોનનો શોખ ના હતો અને તે સાદો મોબાઈલ યુઝ કરતા (જો કે હાલમાં પપ્પા હાઈ ફિચર્સ-રેન્જના મોબાઈલ યુઝ કરે છે અને હું સાદો. હું સાદો યુઝ કરું છું એમા પણ મારો સ્વાર્થ છે કે મને મોબાઈલમાં પણ fb, whatsapp ની લત ના લાગે એટલે) મને જ્યારે હાલમાં ઉપર દર્શાવી મારી નબળાઈ ઉપર ગુસ્સો આવે ત્યારે હું આ સમયને યાદ કરી ખુદ પર મનમાં હસવા લાગું છું… (એતો મને જ્યારે મારી ભુલનો અહેશાસ થાય ત્યારે હસવુ આવે છે એટલે :P)

*પપ્પા વિશે એક રસપ્રદ બાબત કહું તો હું સમજણો થયો ત્યારે મેં પપ્પાને પુછેલુ કે તમે કેટલુ ભણેલા અને જ્યારે બીજા કોઈ પણ પુછે કે તેઓ કેટલુ ભણેલા ત્યારે તે કહે કે “જ્યાં સુધી સ્કુલમાં કલરવાળા મમરા આપતા ત્યા સુધી ભણવા ગયા, જ્યારથી સ્કુલવાળા એ મમરા આપવાનું બંધ કર્યુ અને અમે જવાનું બંધ કર્યુ” એટલે કે પપ્પા એ પોતાનું બાલમંદિર પણ પુરુ કર્યુ ન હતુ. પણ આજ પર્યન્ત હું તેનામાં નવુ જાણવા-જોવા-શિખવા અને કરવાની જે જીજ્ઞાશા જોવ છું તે અદભુત છે. તેમાંથી મને સતત પ્રેરણા મળયા રજે છે. પપ્પાને બહુ english આવડતુ નથી પણ થોડુ ઘણુ આવડે છે મને સૌ-પ્રથમ english શિખવાની પ્રેરણા પપ્પાને english વાચતા જોઈને મળી હતી. એવી તો ઘણીબધી બાબતો છે જે હું પપ્પાને જોઈને શિખ્યો છું. લખતો રહુ તો લખાયા’જ રહે પણ આજે બસ અટલું જ. આખરે ફરીથી એટલુ જ કહીશ કે જે હું હાલમાં છું, જે બન્યો- જે મારા કરીયરમાં મને સફળતા મળી તે પપ્પાના સાથ-સહકારને લીધે અને તેનો મુખ્ય યશ તેને જ…
થેક યુ પપ્પા… લવ યુ પપ્પા…

DSC_0007 copy

સ્વીકાર…

ઘણીવાર વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પોતાને જોઈતી પરિસ્થતી પોતે નક્કી કરેલા સમયમાં ‘ના’ મળે એટલે આવેલી પરિસ્થતીને અને પોતાને જ દોષ આપવાનું શરુ કરે છે જેના કારણે તે ઘણીવાર પોતાના પરથી જ પોતાનો માનસિક કાબુ ગુમાવી બેસે છે. > “અવી પરિસ્થતિમાંથી હું એક બાબત શિખ્યો છું કે એ આવેલી પરિસ્થતીને અથવા પોતાની જાતને દોષ દઈશુ તો તે બદલાય નથી જવાની પણ બદલાની આપણી માનસિકતાને નબળી કરે છે. સામાન્ય રીતે આ પરિસ્થતિનો આપણે ‘સ્વીકાર’ કરી લેવો જોઈએ અને એ પરિસ્થતીના મુળ તરફ નજર આપવી જોઈએ તો જણાશે કે આવેલી પરિસ્થતિમાંથી પણ આપણને કઈકના કઈક તો અમુલ્ય એવુ મળ્યુ જ હશે.”

> Himanshu Sanandiya